Sat yug (Golden Age), Treta yug (Silver Age), Dwapar yug (Bronze Age), Kali yug (Iron Age)

65202 BCE: સતયુગ ની શરુઆત
સતયુગની લાક્ષણિકતાઓ:
આ યુગ 3700 વર્ષનો હતો.
આ યુગ સોનાનો યુગ હતો.
કરતાયુગ તરીકે પણ ઓળખાય છે.
ચાર યુગોની સમાપ્તી બાદ ફરીથી આવે છે
આ યુગમાં મનુષ્યનુ આયુષ્ય કલીયુગમાં મનુષ્યના આયુષ્ય કરતાં ચાર ગણુ હોય છે જેનુ કારણ ભોજન, યોગ અને પુષ્કળ પ્રમાણમાં દિવ્ય ઔષધીઓ હોય છે.
ધર્મની બોલબાલા કલીયુગ કરતાં ચાર ગણી હોય છે.
મનુષ્યો ધર્માત્મા, સત્ય બોલનારા અને નીરોગી હોય છે.
તપનુ મહત્વ હોય છે.
મોટાભાગના લોકો ભગવાન ખરેખર છે તેવી માન્યતા ધરાવે છે
આ યુગમાં પૃથ્વી પર વસ્તી કલયુગની વસ્તી કરતાં ચોથા ભાગની હોય છે. 
આ યુગમાં ઘણાખરા મનુષ્યો સ્વર્ગનુ સુખ પ્રાપ્ત કરે છે
61502 BCEત્રેતાયુગ ની શરુઆત
ત્રેતાયુગની લાક્ષણિકતાઓ
આ યુગ 50000 વર્ષનો હતો.
આ યુગ ચાંદીનો યુગ હતો.
આ યુગમાં મનુષ્યનુ આયુષ્ય કલીયુગમાં મનુષ્યના આયુષ્ય કરતાં ત્રણ ગણુ  હોય છે.
ધર્મની બોલબાલા સતયુગ કરતાં ઓછી હોય છે
મનુષ્યો અલ્પ જ્ઞાની અને સારા હોય છે
જ્ઞાનનુ મહત્વ હોય છે.
અડધા ભગના લોકો ભગવાન ખરેખર છે તેવી માન્યતા ધરાવે છે.
આ યુગમાં પૃથ્વી પર વસ્તી સતયુગની વસ્તી કરતાં બમણી હોય છે.
11502 BCE: દ્વાપરયુગ ની શરુઆત
દ્વાપરયુગની લાક્ષણિકતાઓ:
આ યુગ 8400 વર્ષનો હતો.
આ યુગ તામ્રયુગ હતો.
આ યુગમાં મનુષ્યનુ આયુષ્ય કલીયુગમાં મનુષ્યના આયુષ્ય કરતાં બમણુ  હોય છે.
ધર્મની બોલબાલા સતયુગ કરતાં ઘણી ઓછી હોય છે. 
મનુષ્યો ધર્માત્મા અને પરાક્રમી અને સત્યવાદી હોય છે.
યજ્ઞનુ મહત્વ હોય છે.
ચોથા ભાગના લોકો ભગવાન ખરેખર છે તેવી માન્યતા ધરાવે છે. 
આ યુગમાં પૃથ્વી પર વસ્તી સતયુગની વસ્તી કરતાં ત્રણઘણી હોય છે.
3102 BCE: કલીયુગ ની શરુઆત
કલીયુગની લાક્ષણિકતાઓ:
આ યુગ 5178 વર્ષનો છે.
આ યુગ લોહયુગ તરીકે ઓળખાય છે.
આ યુગમાં મનુષ્યનુ આયુષ્ય સતયુગમાં મનુષ્યના આયુષ્ય કરતાં ચોથા ભાગનુ  હોય છે.
ધર્મની બોલબાલા સતયુગ કરતાં ચોથા ભાગની હોય છે.  
મોટા ભાગના મનુષ્યો કપટી, વ્યભીચારી, જુઠા, સ્વાર્થી અને દગાબાજ હોય છે.
દાનનુ મહત્વ હોય છે.
થોડાક લોકો જ ભગવાન ખરેખર છે તેવી માન્યતા ધરાવે છે અને લાખો કરોડોમાં એકાદ વ્યક્તિ જ ભગવાનને પામી શકે છે. 
આ યુગના અંત સુધીમાં પૃથ્વી પર વસ્તી મુજબ ધરતી ઓછી પડી જશે

No comments: